કર્મભૂમિથી જન્મભૂમિ જવાનો વલોપાત, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છઠ્ઠ પૂજાને લઈને ભીડ ઉમટતાં પોલીસનો બળપ્રયોગ!
આજે સતત બીજા રવિવારના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. યુપી-બિહા

આજે સતત બીજા રવિવારના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. યુપી-બિહાર સહિતના મુસાફરોને ભીડ જોવા મળી રહી છે. 12-12 કલાકથી જ મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા. વતન જવા માટે મુસાફરોની લાંબી લાઈનો થઈ ગઈ હતી, જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ ભીડને કાબુમાં લેવા માટે પોલીસને પણ થોડો હળવો બળ પ્રયોગ કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: ઝારખંડ વિધાનસભા ચૂંટણી- 2024: ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, અમિતશાહ ગજવશે ત્રણ જનસભા
ફરી ઉમટી ભીડ
આ વર્ષે સુરત રેલ્વે સ્ટેશન કરતાં ઉધના રેલવે સ્ટેશન પર વધારે ભીડ થઈ રહી છે. બાર-બાર કલાકથી લોકો ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે. દિવાળી પહેલા પણ ત્રણ દિવસ ભારે ભીડ રહી હતી, જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઈન બંધ ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે.
બ્લોકવાઈઝ ટ્રેન સુધી પહોંચાડાયા
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે ફરી યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ વ્યવસ્થા કરી રહી છે.ભારે ભીડના કારણે પોલીસને સામાન પર લાઠી મારવાની ફરજ પડી રહી છે. કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને બ્લોક વાઈઝ ટ્રેન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.છઠ્ઠ પૂજાના તહેવારને લઈને ફરી ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે.








