મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઝારખંડ વિધાનસભા ચૂંટણી- 2024: ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, અમિતશાહ ગજવશે ત્રણ જનસભા

ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને આજે ભાજપ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રાંચ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી- 2024: ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, અમિતશાહ ગજવશે ત્રણ જનસભા

ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને આજે ભાજપ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રાંચીની મુલાકાતે છે. જ્યાં તેઓ ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરશે. ભાજપના નેતાઓના મતે ઝારખંડની રચનાના 25 થયા છે. ભાજપ મુખ્ય 25 મુદ્દાઓનો સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે.

150 મુદ્દાઓનો સંકલ્પ પત્ર ભાજપ જાહેર કરી શકે

આ સિવાય બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને ધ્યાને રાખી 150 મુદ્દાઓનો સંકલ્પ પત્ર ભાજપ જાહેર કરી શકે છે.આ સિવાય તેઓ ત્રણ જનસભાને પણ ગજવવાના છે.

આ પણ વાંચો: સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી થશે શરૂ, આ બિલ પર હોબાળો થવાના એંધાણ

અમિત શાહ ઘાટશિલા, બરકઠ્ઠા અને સિમરિયા વિધાનસભા વિસ્તારમાં જનસભા સંબોધિત કરશે

અમિત શાહ ઘાટશિલા, બરકઠ્ઠા અને સિમરિયા વિધાનસભા વિસ્તારમાં જનસભા સંબોધિત કરશે. ઉલ્લેખનિય છે કે, ઝારખંડની 81 વિધાનસભા બેઠક પર 13 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે.

આ સમાચાર શેર કરો