મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર, 150 તાલુકામાં નોંધાયો વરસાદ, આ 12 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ભાદરવામાં વરસાદની હેલી જોવા મળી છે. રાજ્યના 150 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્ય

ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર, 150 તાલુકામાં નોંધાયો વરસાદ, આ 12 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ભાદરવામાં વરસાદની હેલી જોવા મળી છે. રાજ્યના 150 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. 12 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, પંચમહાલ તથા વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. નર્મદા, ભરૂચ, સુરત તથા તાપી, નવસારી, વલસાડમાં ડાંગ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. નર્મદાના સાગબારામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પડ્યો છે. સુરત ડાંગ, તાપી વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. ભરુચ વડોદરા ભાવનગર ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

સુરેન્દ્રનગરમાં લીલા દુકાળ જેવી પરિસ્થિતિ વચ્ચે ખેતી માટે વર્ષ નિષ્ફળ રહે તેવા એંધાણ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચૂડામાં 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ પડયો છે. સાયલામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સતત વરસાદથી જિલ્લાના 3 જળાશયો ઓવરફલો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવધ કરાયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીઓ તો જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ 133 મિમી એટલે કે, 5 ઈંચથી વધુ વરસાદ થયો છે. જયારે સાયલામાં 4 ઈંચથી વધુ, લીંબડીમાં 3 ઈંચથી વધુ અને સુરેન્દ્રનગર-ચોટીલામાં 3 ઈંચ આસપાસ વરસાદ થયો છે.

જુનાગઢ માંગરોળ પંથકમાં ગત રાતથી ભારે વરસાદને પગલે ખેતી પાકોમાં નુકસાનની ભીતિ છે. માંગરોળ પંથકમાં ૧૦૨ મી મી જેટલો વરસાદ નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં સવારથી જ એકધારા વરસાદની હેલી જોવા મળી છે. ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસિયા માહોલ સાથે વરસાદી હેલી થી પ્રવાસીઓમાં ખુશી છવાઈ છે.

આ સમાચાર શેર કરો