મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરુચના સબજેલ પાછળના મેદાનને લઈને રમતવીર બહેનોનો સાયકલ પર સવારી કરી અનોખો વિરોધ 

એક તરફ સરકાર દ્વારા રમતને મહત્વ અપાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ મેદાનના અભાવે રમતવીરો ઝઝૂમી ર

ભરુચના સબજેલ પાછળના મેદાનને લઈને રમતવીર બહેનોનો સાયકલ પર સવારી કરી અનોખો વિરોધ 

એક તરફ સરકાર દ્વારા રમતને મહત્વ અપાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ મેદાનના અભાવે રમતવીરો ઝઝૂમી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. ભરૂચમાં સબજેલ પાછળ આવેલું એકમાત્ર રમત-ગમતનું ખુલ્લું રાખવાને લઈને નેશનલ લેવલની ભરૂચની ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમની સાથે સ્થાનિક રહીશો પણ જોડાયા હતાં.

રજૂઆત પર કોઈ કાર્યવાહી નહી

સબજેલ પ્રશાસન દ્વારા મેદાન પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો હતો. જેને લઈને સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

બહેનોએ આપ્યું આવેદનપત્ર

ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબખાન પઠાણ અને લારૈબખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપીને આ રમત ગમતના મેદાન પર કોઈપણ પ્રકારનો કબ્જો નહિ કરવા અને આ મેદાન કાયમ માટે અહીંયાના સ્થાનિક બાળકો માટે ખુલ્લું મુકવામાં આવે જેથી બાળકો અહીંયા રમીને આગળ વધી શકે છે.

આ સમાચાર શેર કરો