મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો યુૃ-ટર્ન, વિવાદ બાદ નિવૃત શિક્ષકોની ભરતી રદ

ગુજરાતમાં કચ્છ સહિતના જિલ્લાના અનેક શાળાઓમાં શિક

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો યુૃ-ટર્ન, વિવાદ બાદ નિવૃત શિક્ષકોની ભરતી રદ

ગુજરાતમાં કચ્છ સહિતના જિલ્લાના અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે કાયમી શિક્ષકો, જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ હવે ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની ભરતી કરવાને લઈને શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. ત્યારે આ નિર્ણય મામલે સરકારે યુ-ટર્ન લીધો છે. સરકાર હવે ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની ભરતી નહીં કરે.

નિવૃત્ત શિક્ષકોની કામગીરીના નિયમો 

1. ગુજરાતમાં શિક્ષક અને જ્ઞાન સહાયકની ભરતી બાદ ખાલી રહેતી જગ્યામાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે.

2. વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપાશે. 

3. જે નિવૃત્ત શિક્ષકને કામગીરી સોંપાય તેમની ઉંમર 62 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં. 

4. શાળામાં બદલીથી અથવા ભરતીથી કાયમી શિક્ષક કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય સુધી કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે છૂટા કરાશે. 

5. નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક જેટલું જ માનદ વેતન અપાશે કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળશે નહીં. 

6. જે શિક્ષક નિવૃત્તિ પછી કામગીરી કરવા માંગતા હોય તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં અરજી કરવાની રહેશે.

 આ મામલે સરકારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. હજુ ત્રણ દિવસ પહેલા ભરતી કરવાનો ઓર્ડર પાસ કર્યો અને તાત્કિલના ધોરણે તેને રદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે શા કારણે આ નિર્ણય લીધો તે હજું સામે આવ્યું નથી.

આ સમાચાર શેર કરો