મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોટીલા અને છોટાઉદેપુરમાં બે યુવકની હત્યા, ભાવનગરમાં 14 વર્ષના સગીરનો મૃતદેહ મળી આવ્યો

રાજ્યમાં આજે હત્યાની ત્રણ મોટી ઘટનાના સમાચાર સામે આવ્યાં છે, જેમાં ચોટીલા અન

ચોટીલા અને છોટાઉદેપુરમાં બે યુવકની હત્યા, ભાવનગરમાં 14 વર્ષના સગીરનો મૃતદેહ મળી આવ્યો

રાજ્યમાં આજે હત્યાની ત્રણ મોટી ઘટનાના સમાચાર સામે આવ્યાં છે, જેમાં ચોટીલા અને છોટાઉદેપુરમાં બે યુવકની હત્યા થઈ છે તેમજ ભાવનગરમાં વર્ષના સગીરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 

ચોટીલામાં યુવકની હત્યા 

ચોટીલામાં  ઠાંગનાથ પાસેના કુવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતક યુવક છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો. યુવકના માથાનાના ભાગે ગંભીર ઇજાના નિશાન હતા. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હત્યા નિપજાવી મૃતદેહને કુવામાં ફેકી પોલીસને ગેરમાર્ગે દોરવા હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો.  પૈસાની લેવડ-દેવડમાં યુવકની  હત્યા થઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુરમાં યુવકની હત્યા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પચ્ચીસગામ અને ખોખરીવેરી ગામની સીમમાથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કવાંટના રોડધા ગામના સુખરામ રાઠવાને અજાણ્યા ઇસમોએ માર મારી હત્યા કરી મૃતદેહને કોતરમાં ફેંકી દીધો હતો. મૃતક પાસે રહેલા એકાદ લાખ, ટેબલેટ અને થમ્બર મશીનની લૂંટી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે. હત્યા અંગે બોડેલી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

ભાવનગરમાં 14 વર્ષના સગીરનો મૃતદેહ મળ્યો 

ભાવનગરના આનંદનગરની હોસ્પિટલ પાસે 14 વર્ષના સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. પ્લાસ્ટિકની દોરી બનાવવાના કારખાનામાં જયદીપ ડાભીનો ગળે દોરી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો દ્વારા બાળકના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો