મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જાદર પોલીસના બે પોલીસકર્મીઓ ACBની સામે 4 લાખ લઈને થયા ફરાર

સાબરકાંઠા : ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનના બે લાંચિયા પોલીસ કર્મચારીઓ ACBની ઝપ

જાદર પોલીસના બે પોલીસકર્મીઓ ACBની સામે 4 લાખ લઈને થયા ફરાર

સાબરકાંઠા : ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનના બે લાંચિયા પોલીસ કર્મચારીઓ ACBની ઝપટમાં આવી ગયા છે. જો કે આ બન્ને લાંચિયા પોલીસ કર્મચારીઓ 4 લાખ લઈ ACBની ટીમને જોઈને ફરાર થઇ ગયા હતા.

લાંચિયા પોલીસ કર્મચારીઓ:

(૧) પિયુષભાઇ રામજીભાઇ પટેલ, હેડ કોન્સટેબલ, જાદર પોલીસ સ્ટેશન

(૨) રમેશજી રાયચંદજી રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ, જાદર પોલીસ સ્ટેશન

ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી સામે કરાયેલી અરજી પરત ખેંચવાના નિકાલ માટે લાંચિયા પોલીસ કર્મચારીઓ હેડ કોસ્ટેબલ પિયુષ રામજીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશજી રાયચંદજી રાઠોડએ ફરિયાદી પાસેથી 10,00,000 રૂપિયાની માંગણી કરી હતી. બન્ને પોલીસકર્મીઓ ઇડરથી હિંમતનગર રોડ ઉપર દરામલી પાસે આવેલ આશિષ હોટેલની સામે આવેલ એચ.પી. પેટ્રોલ પંંપની બાજુમાં જાહેર માર્ગ ઉપર લાંચની રકમ લેવા આવ્યા હતા. જ્યાં તેઓએ ફરિયાદી પાસેથી 4,00,000 રૂપિયા લીધા હતા, જો કે આ દરમિયાન બન્ને પોલીસકર્મીઓને ACB ટ્રેપની શંકા જતા પોતાની ગાડીમાં ફરાર થઇ ગયા હતા. ACBએ હેડ કોસ્ટેબલ પિયુષ રામજીભાઈ પટેલ અને રમેશજી રાયચંદજી રાઠોડની ગુન્હો નોંધી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો