મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિદ્ધપુરમાં ચકડોળ ફિટ કરતા બે લોકો નીચે પટકાયા,કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના

સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાના મેળા પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઇ છે. કાર્તિકી પૂર્ણિમાના મેળા માટે

સિદ્ધપુરમાં ચકડોળ ફિટ કરતા બે લોકો નીચે પટકાયા,કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના

સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાના મેળા પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઇ છે. કાર્તિકી પૂર્ણિમાના મેળા માટે ચકડોળ ફિટ કરતા બે લોકોનો રાઇડ ઉપરથી પગ લપસતા નીચે પટકાયા હતા. આ દરમિયાન તેમને ગંભીર ઇજાઓ થતા તેમણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ચકડોળ ફિટ કરતા બે લોકો નીચે પટકાયા

સિદ્ધપુરમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા મેળા તરીકે જાણીતા કાત્યોકના મેળાને લઇને તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાત્યોકના મેળાને ધ્યાનમાં રાખતા ચકડોળની ફિટિંગની કામગીરી કરવામાં આવતી હતી આ દરમિયાન બે લોકો નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા છે. ચકડોળ ફિટિંગની કામગીરી કરતા બે લોકોનો પગ લપસ્યો હતો અને નીચે પટકાયા હતા.

સરસ્વતી નદીના પટમાં ચકડોળ ફિટિંગ કરતા સમયે દુર્ઘટના સર્જાઇ હતી. મેળો શરૂ થયા બાદ આવી ઘટના સર્જાય તો જવાબદારી કોની તેની સામે સવાલ ઉભા થયા છે.

જાણો ક્યારે યોજાશે કાર્તિક પૂર્ણિમાનો મેળો

સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે જેને સિદ્ધપુર ઊંટ મેળો અથવા કાર્તિક મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતી નદીના પટમાં યોજાતા મેળામાં સ્થાનિક ખેડૂતો, આદિવાસીઓ અને વેપારીઓ ભાગ લે છે.

કાત્યોકનો મેળો 1 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન મુખ્ય કાર્યક્રમો યોજાશે જેમાં પશુ પ્રદર્શન, વેપાર અને ધાર્મિક વિધિઓનો સમાવેશ થશે.આ મેળો દર વર્ષે કારતક માસમાં યોજાય છે અને તે ગુજરાતના પરંપરાગત સાંસ્કૃતિક મહોત્ત્સવોમાંનો એક છે.

આ સમાચાર શેર કરો