મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કારખાનેદાર પાસેથી 6 કરોડના હીરા લઈને બે ઈસમોએ આ રીતે ચોપડ્યો ચુનો

ડાયમંડ નગરી સુરત છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહી છે. ત્યારે આ મંદી વચ્ચે કારખાનેદારને વધુ

સુરતમાં કારખાનેદાર પાસેથી 6 કરોડના હીરા લઈને બે ઈસમોએ આ રીતે ચોપડ્યો ચુનો

ડાયમંડ નગરી સુરત છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહી છે. ત્યારે આ મંદી વચ્ચે કારખાનેદારને વધુ એક માર પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. કારખાનેદાર પાસેથી બે વ્યક્તિઓએ 6.8 કરોડના સીવીડી અને રિયલ હીરા મેળવી લીધા હતાં. બાદમાં રૂપિયા ન આપીને છેતરપિંડી કરી હતી. જેથી કારખાનેદાર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે.

આ પણ વાંચોઃદુબઈથી ચાલતા હવાલા કૌભાંડમાં વધુ 5 ઝડપાયા, 3 કરોડ અમદાવાદના આંગડિયામાં આવતા USDTમાં ટ્રાન્સફર કરાયા

કાવતરુ રચી છેતરપિંડી

મળતી વિગતો અનુસાર ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ભેરૂમલ સંઘવીની અલગ અલગ હીરાની પેઢીઓમાંથી સીવીડી અને રિયલ હીરાનો 6.8 કરોડનો જથ્થો પાંચા હનુ શિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહ દ્વારા મેળવવામાં આવ્યો હતો. બન્નેએ છેતરપિંડીના સમાન ઈરાદાથી કાવતરુ રચીને રૂપિયા આપ્યા નહોતા. 

રેફરન્સ આપી વિશ્વાસ કેળવ્યો

બન્ને આરોપીઓએ એકબીજાના રેફરન્સ આપ્યા હતાં. ધંધો શરૂ કરવાનો હોવાથી માલનું પેમેન્ટ બાદમાં આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.બન્ને આરોપીઓ મળીને 6.8 કરોડના હીરા લીધા હતાં. બાદમાં વાયદાઓ આપ્યા હતાં. પરંતુ પેમેન્ટ આપ્યા નહોતા. જેથી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે પાંચા હનુ શિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો