સુરતમાં 3 મિત્રોને રેલવે ટ્રેક ક્રોસ કરતા મળ્યું મોત, વલસાડ-વડનગર ટ્રેનની અડફેટે ચડ્યા હતા
સુરતના ભેસ્તાન અને સચિન વચ્ચે સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવતા 3 મિત્રોના ઘટના

સુરતના ભેસ્તાન અને સચિન વચ્ચે સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવતા 3 મિત્રોના ઘટના સ્થળે મોતને ભેટયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિનમાં પાલીગામ ખાતે શિવાંજલી સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય આકાશ ઉર્ફે બડકુ શ્રીપાલ નિશાદ અને તેમના ૨૪ વર્ષીય મિત્ર દિનું વિશ્રામ નિશાદ સોમવારે મોડી રાત્રે ભેસ્તાન અને સચિન વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા. તે સમયે વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેન અડફેટે ત્રણેય મિત્ર આવી ગયા હતા.
આ પણ વાંચોઃસુરતમાં દારૂના નશામાં ચાલકે સર્જ્યો અકસ્માત, કારમાંથી બોટલ મળી છતાં કોઈ કાર્યવાહી નહી
જરીના મશીનમાં નોકરીની વાત કરતા
ત્રણેયને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ત્રણેયના સંબંધીએ કહ્યુ કે, આકાશ અને દિનું મુળ ઉતરપ્રદેશમાં કાનપુરના વતની હતી. જોકે બંને મિત્ર બે-ત્રણ દિવસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યા હતા અને બંને જરીના મશીનમાં નોકરી જવાની વાત કરતા હતા. જોકે ગત રાતે આકાશ અને દિનું સાથે તેમનો મિત્ર પ્રદિપ નિશાદ(રહે-સચીન) પણ સાથે જવા નીકળ્યા હતા.
મોબાઈલના આધારે જાણ થઈ
આકાશ અને દિનું ટ્રેન અડફેટે આવતા મોત થયુ હતું. જોકે તેમની સાથે ગયેલા પ્રદિપને અનેક વાર મોબાઇલ ફોન કર્યો હતો. પણ તેનો ફોન બંધ હતો. એટલુ નહી પણ તેને સિવિલ સહિતમાં શોધખોળ કરતા ભાળ મળી નહી હોવાનું જણાવ્યું હતું. આમ આખરે ત્રણેયના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું








