સુરતમાં દારૂના નશામાં ચાલકે સર્જ્યો અકસ્માત, કારમાંથી બોટલ મળી છતાં કોઈ કાર્યવાહી નહી

સુરતમાં અકસ્માતો સતત વધી રહ્યાં છે. ત્યારે પીપલોદ વિસ્તારમાં એક શ્રમિકને કાર ચાલકે ઉડાવ્યો હતો. શ્રમિક બીઆરટીએસ રૂટમાં કલર કરી રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને શ્રમિકને ઉડાવ્યો હતો. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. જેથી શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ ન મળતાં કોઈ કાર્યવાહી કરી નથી.
આ પણ વાંચોઃઉલટા ચોર કોટવાલ કો દાંટે!, સુરતમાં પકડાઈ જતાં તસ્કરે હુમલો કરતાં લોકોએ આપ્યો મેથિપાક
કાર ફૂલ સ્પીડમાં હતો
પીપલોદ રોડ પર આવેલી પ્રાઈમ આર્કેડ પાસે અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયમાં બીઆરટીએસ રૂટમાં વ્યક્તિ કલર કરી રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલકે બેફામ સ્પીડમાં આવીને કામ કરી રહેલા શ્રમિકને ઉડાવ્યો હતો. આ દરમિયાન રાત્રિના સમયે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. જેથી અકસ્માત સર્જનાર નશામાં હોવાનું સામે આવ્યું હતું.
લોકોનાં ટોળા એકઠાં થયા
લોકોના ટોળાં અકસ્માત બાદ એકઠાં થઈ ગયા હતાં. તેઓએ ચાલકની તપાસ કરતાં તે દારૂના નશામાં હોવાનું કહેવામાં આવ્યું હતું. સાથે જ કારમાં તપાસ કરતાં દારૂની બોટલ મળી આવી હતી. હાલ સમગ્ર અકસ્માતને લઈને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભોગ બનનાર ફરિયાદ આપવા તૈયાર નથી તેવું બહારનું બનાવી પોલીસે કાર ચાલક સામે કોઈ કાર્યવાહી જ ન કરી

