Video: કચ્છની સંવેદનશીલ સરહદ પર 90 બોર્ડર પોસ્ટ પર ફરજ બજાવતા જવાનો માટે 500 કિલો મીઠાઈ

દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છની સંવેદનશીલ સરહદ પર દેશની રક્ષા કરતા BSFના જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ખુશીઓ વહેંચી હતી. ભુજ સ્થિત BSF સેક્ટર હેડક્વાર્ટર ખાતે પહોંચીને સાંસદે જવાનોને મીઠાઈનું વિતરણ કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છની ક્રિક અને રણ સરહદ પર આવેલી આશરે 90 જેટલી બોર્ડર આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા જવાનો માટે 500 કિલો જેટલી મીઠાઈ મોકલવામાં આવી હતી. પરિવાર અને વતનથી દૂર રહીને તહેવારના દિવસોમાં પણ દેશની સુરક્ષા કરતા જવાનો માટે દિવાળીના પર્વે પરિવાર જેવો માહોલ સર્જાયો હતો. જવાનોએ પણ ફટાકડા ફોડી અને આતશબાજી કરીને દિવાળીની ઉજવણી કરી હતી.
જાહેરાત





