ભાઈબીજના પર્વે મહિલાઓને AMTSની ભેટ, આખો દિવસ કરી શકશે નિઃશુલ્ક મુસાફરી

ભાઈબીજના પર્વે મહિલાઓને AMTSની ભેટ, આખો દિવસ કરી શકશે નિઃશુલ્ક મુસાફરી
તસવીર: Google
આ સમાચાર સાંભળો


અમદાવાદમાં ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા મહિલાઓ માટે વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાઈબીજના દિવસે શહેરની મહિલાઓ AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી તહેવારના દિવસે બહેનોને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરવામાં સુવિધા મળશે.

મહિલાઓ માટે નિશુલ્ક મુસાફરી

AMTS દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર, ભાઈબીજના દિવસે સવારથી સાંજ સુધી મહિલાઓને બસમાં મુસાફરી કરવા માટે કોઈ ટિકિટ ભાડું ચૂકવવું પડશે નહીં. એટલે કે, શહેરના કોઈપણ રૂટ પર AMTSની બસમાં બહેનો મફત મુસાફરીનો લાભ લઈ શકશે.

જાહેરાત

ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈને તિલક કરવા તેમજ પરિવારજનોને મળવા માટે અવરજવર કરતી હોય છે. ત્યારે મહિલાઓને તહેવારની ભેટરૂપે AMTS દ્વારા આ સુવિધા આપવામાં આવી છે. આ નિર્ણયથી મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે. જોકે, આ સુવિધા માત્ર ભાઈબીજના નિર્ધારિત દિવસ પૂરતી જ લાગુ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત