મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરણ-12 સામાન્ય પ્રવાહની GSEB બોર્ડ પરીક્ષા-2025માં બે દિવસનો ફેરફાર, જાણો નવો કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 SSC અને ધોરણ-12 HSC સામાન્

ધોરણ-12 સામાન્ય પ્રવાહની GSEB બોર્ડ પરીક્ષા-2025માં બે દિવસનો  ફેરફાર, જાણો નવો કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 SSC અને ધોરણ-12 HSC સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યાસવાયલક્ષી પ્રવાહ સાથે સંસ્કૃત પ્રથમા પરીક્ષાનો  ફેબ્રુઆરી-માર્ચ-2025નો બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા-2025નો કાર્યક્રમ 15-10-2024ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. 

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-2025ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરી છે જેમાં ધૂળેટીની રજા 14-03-2025ના રોજ જાહેર થયેલ છે જેથી હોળી 13-03-2025ના રોજ થનાર હોઈ ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે.

એટલે કે ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા13 અને 14 માર્ચ હોળી અને ધુળેટીના દિવસે રજા રહેશે અને 15 માર્ચે આગળના પેપરની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 27-02-2025થી 17-03-2025 સુધી યોજાશે. 

ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે, જે આ મુજબ છે : 

આ સમાચાર શેર કરો