RAJKOT : ધોરાજીના ઝાંઝમેર અને મોટા ગુંદાળા ગામમાં પાણીના ટાંકામાં પડી જવાથી બે બાળકોના મોત
Rajkot News : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર અને મોટા ગુંદાળા ગામમાં પાણીના ટાંકામાં પડી જવાથી બે

Rajkot News : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર અને મોટા ગુંદાળા ગામમાં પાણીના ટાંકામાં પડી જવાથી બે બાળકોના મોત થયા છે. આ બંને ગામમાં બનેલી આ અલગ અલગ ઘટનામાં ખેતમજૂરી કરવા આવેલા મજૂર પરિવારના બે બાળકોના મોત થયા છે.
ઘટના બાદ આ બંને બાળકોને ધોરાજી સરકારી દવાખાને લઈ જવામાં આવ્યાં હતા, જો કે ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બંને ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ધોરણ-4ના વિદ્યાર્થીનું મોત
રાજકોટ શહેરમાં ધોરણ-4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે. ધોરણ-4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચાને બે દિવસ ઝાડા-ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો, જો કે બાળકને વધુ સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.
તબીબોએ અભિપ્રાય આપ્યો છે કે બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. જો કે મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.








