કચ્છ પાકિસ્તાન બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન BSFના બે જવાનના મોત, બની હતી આ ઘટના
કચ્છ સરહદે BSFના બે સુરક્ષા જવાનના મોત થતા ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ

કચ્છ સરહદે BSFના બે સુરક્ષા જવાનના મોત થતા ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, લખપત નજીકના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે આ દુઃખદ બનાવ બન્યો છે. પેટ્રોલિંગ દરમિયાન 6 જવાનોને અસર થઈ હતી. જેમાંથી એક જવાન અને અધિકારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
લખપત બોર્ડર પર સેનાના બંને જવાનોમાંથી એક ઉત્તરાખંડ અને બીજા બિહારના મૂળ વતની છે. શહીદ જવાન દયાલકુમાર બસતનરામ હેડ કોન્સ્ટેબલ (મૂળ વતન, મલીપાટન ઉત્તરાખંડ), અને શહીદ જવાન વિશ્વા દેવા રમણનાથ ઝા (ઉંમર વર્ષ 45 આસિસ્ટન્ટ કમાન્ડન્ટ.મૂળ વતન કદારા -બિહાર) આ બંને સેનાના જવાનો શહીદ થતા ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં લખપત નજીક આવેલ બોર્ડર આઉટ પોસ્ટ 1136 નજીક દલદલી ક્રિક પાસે આ ઘટના બની હતી. દલદલી ક્રિક નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રિકમાં ફસાઇ જતા પાણી ન મળવાના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક નિવેદનમાં જણાવાયું છે. બીએસએફ ઘટના અંગે વધુ તપાસ કરશે. હાલ બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રખાયા છે. બંને જવાનના મૃતદેહને તેમના વતન મોકલવામાં આવશે.






