મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરી લૂંટ ચલાવતા ગેંગના બે સાગરીતોની ધરપકડ

અમદાવાદમાં રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરીને લૂંટ ચલાવતી ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પા

અમદાવાદ: રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરી લૂંટ ચલાવતા ગેંગના બે સાગરીતોની ધરપકડ

અમદાવાદમાં રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરીને લૂંટ ચલાવતી ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ બે દિવસમાં જ એક બાદ એક ચાર ગુનાને અંજામ આપી ચૂક્યા છે. આ બંને લૂંટારુઓએ 28 અને 29 જુલાઈના રોજ એક બાદ એક ચાર જેટલા મુસાફરોને બેસાડીને છરી મારીને રોકડ, મોબાઈલ અને કિંમતી માલ સામાનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. 

લૂંટારૂ પાસેથી 6 મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

અમદાવાદના દાણીલીમડા અને વટવા પોલીસ સ્ટેશનમાં લૂંટના બનાવની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી હતી, ત્યારે ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે આ લૂંટના આરોપીઓ દાણીલીમડા બેરેલ માર્કેટથી ઝડપી પાડ્યા હતા. બંને લૂંટારૂ પાસેથી 6 મોબાઈલ, રોકડ અને ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ લૂંટારોઓએ એક મુસાફરને ઈજાઓ પહોંચાડીને 3 લાખની ખંડણી માંગી હતી. જેમાં આરોપીઓ ભોગબનનારને એટીએમ સુધી પણ લઈ ગયા હતા, પણ જેમાં નિષ્ફળ નીવડ્યા હતા. આ પ્રકારે તમામ મુસાફરોને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ નાની મોટી ઈજાઓ પહોંચાડી લૂંટને અંજામ આપતા હતા.

અગાઉ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે આ આરોપી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં લૂંટારૂએ કબૂલાત કરી છે કે બંને ડ્રગ્સના બંધાણી છે અને ડ્રગ્સ લેવા માટેના પૈસા માટેથી આ પ્રકારે લૂંટ ચલાવતા હતા. આ અગાઉ પણ દાણીલીમડા, વટવા, નારોલ અને ઓઢવ સહિતના પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે હાલ એ તપાસ શરૂ કરી છે કે આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લૂંટ કરી છે કે કેમ.

આ સમાચાર શેર કરો