મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પારસીના ઘરે સ્વામિનારાયણ ભગવાનની પાઘ, સુરતમાં 200 વર્ષથી થાય છે જતન, ભાઈબીજ પર દર્શનાર્થે ઉમટી ભીડ

સુરતમાં પારસી પરિવારના ઘરે ભગવાન સ્વામિનારાયણની પાઘડી સાચવવામાં આવે છે. ત્યા

પારસીના ઘરે સ્વામિનારાયણ ભગવાનની પાઘ, સુરતમાં 200 વર્ષથી થાય છે જતન, ભાઈબીજ પર દર્શનાર્થે ઉમટી ભીડ

સુરતમાં પારસી પરિવારના ઘરે ભગવાન સ્વામિનારાયણની પાઘડી સાચવવામાં આવે છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ ભાઈબીજ પર ભગવાનની પાઘડીના દર્શન લોકોને કરાવવામાં આવતાં હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છએ. 200 વર્ષ અગાઉ ભગવાન સ્વામિનારાયણે સુરતમાં કોટવાળ અરદેશરને પાઘ આપી હતી.

આ પણ વાંચો: ઝારખંડ વિધાનસભા ચૂંટણી- 2024: ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, અમિતશાહ ગજવશે ત્રણ જનસભા

ભગવાનના માથાની જેમ જતન

સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

શ્રીફળ પાઘ આપ્યા હતા

સંવંત 1881માં સુરત આવેલા સ્વામીનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં.જે આજે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. સાથે જ ભગવાને ખુદ આપેલી પાઘડી હોય દેશ પરદેશથી આવતા શ્રધ્ધાળુઓ આ પાઘને ખરીદવા બ્લેન્ક ચેકની ઓફર પર કરે છે. પરંતુ ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે.

ખાસ લાકડા અને કાચની પેઢી બનાવી

પરિવારના સભ્ય અને આ પાઘડીની કાળજી કરનાર કેરસાસ્પ વાડિયાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન આ પાઘડી અમે પોતાનાં ઘરે રાખીએ છીએ. આ માટે ખાસ લાકડા અને કાચની પેટી બનાવી છે. વર્ષમાં એકવાર આની અંદર કપૂર, લવિંગ મુકીએ છીએ જેથી તેની અંદર કોઈ જીવાંત ન પડે. સૌથી અગત્યની વાત છે કે, જે રીતે ભગવાન સ્વામિનારાયણે આ પાઘડી આપી હતી. આજે પણ તે જ અવસ્થામાં અને ક્યારેય પણ ધોવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો