લ્યો બોલો..! ડાંગના વઘઈમાંથી ઘઉં ભરેલી ટ્રકની ચોરી, નિગમના ગોડાઉન પાસે હતી પાર્ક
ગુજરાતમાં તસ્કરોને જાણે કાયદાનો કે તંત્રનો કોઈ જ ડર ન હોય તેવો ઘાટ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે ડાંગન

ગુજરાતમાં તસ્કરોને જાણે કાયદાનો કે તંત્રનો કોઈ જ ડર ન હોય તેવો ઘાટ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે ડાંગના વઘઈ ખાતેથી નાની મોટી નહીં પરંતુ પૂરે પૂરી ટ્રકની ચોરી થઈ હતી. આ ટ્રકમાં નાગરિક પૂરવઠા નિગમના ઘઉં ભરેલા હતાં. આખે આખી ઘઉં ભરેલી ટ્રકની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
515 કટ્ટા ઘઉં ચોરાયા
ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન વઘઇ ખાતે આવેલા નાગરિક પૂરવઠા નિગમના ગોડાઉન પાસે પાર્ક કરેલી ઘઉં ભરેલી ટ્રકની ચોરી થઈ હતી. વઘઇ આહવા માર્ગ ઉપર ખેતીવાડી સ્કૂલ પાસે આવેલ નાગરિક પૂરવઠાના ગોડાઉન પાસે ઘઉં ભરેલ ટ્રક પાર્ક કરાઈ હતી. નાગરિક પુરવઠા નિગમના 515 કટ્ટા ઘઉં ભરેલી ટ્રક ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
કાયદાના ડરનો અભાવ
તસ્કરોએ ટ્રકની ચોરી કરતાં ડાંગ પોલીસ દોડતી થઈ છે. ઘઉં ભરેલી ટ્રકની ચોરી અંગે વઘઇ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે કે, ઘઉં ભરેલી ટ્રેકની ચોરી કરતાં તસ્કરોની હિંમત છે કે પછી કાયદાનો ડર ન હોય તે સામે આવ્યું છે.








