મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ ટ્રાફિક પોલીસની બેદરકારી બની ચર્ચાનો વિષય, ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો અપાયો મેમો !

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે ટ્રા

Ahmedabad/ ટ્રાફિક પોલીસની બેદરકારી બની ચર્ચાનો વિષય, ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો અપાયો મેમો !

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે ટ્રાફિક વિભાગ હાસ્ય અને ટીકાનું પાત્ર બન્યો છે. પોલીસે એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફટકાર્યો હોવાની વિગતો બહાર આવતાં સોશિયલ મીડિયા પર આ મેમો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ટ્રેક્ટર ચાલકને ₹ 500નો દંડ

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રાફિક પોલીસે તારીખ 31-10-2025 ના રોજ આ વિવાદાસ્પદ મેમો આપ્યો હતો. ટ્રેક્ટર જેવા વાહન માટે હેલ્મેટ પહેરવાનો નિયમ લાગુ ન થતો હોવા છતાં, પોલીસે ચાલકને આ નિયમભંગ બદલ ₹ 500નો દંડ ફટકાર્યો હતો.

ગુનો: હેલ્મેટ ન પહેરવો

ટ્રાફિક વિભાગની આ બેદરકારીભરી કાર્યવાહીનો મેમો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ ગયો છે. લોકો આ મેમો પર ટિપ્પણીઓ કરીને ટ્રાફિક પોલીસની કામગીરીની હાંસી ઉડાવી રહ્યા છે અને પોલીસના જ્ઞાન તથા કાર્યવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પ્રકારની ભૂલો માત્ર નાગરિકોને હેરાનગતિ જ નથી પહોંચાડતી, પરંતુ ટ્રાફિક પોલીસની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

આ સમાચાર શેર કરો