મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં 4 વર્ષમાં ફક્ત 37 સિમેન્ટના રોડ બન્યા, વાયદો 99 રોડ બનાવવાનો હતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો શહેરીજનોને લોભામણાં વચન તો આપે છે પણ પુરા કરી શકતા નથી. ચાર વર્ષ અગાઉ શહેરન

Ahmedabadમાં 4 વર્ષમાં ફક્ત 37 સિમેન્ટના રોડ બન્યા, વાયદો 99 રોડ બનાવવાનો હતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો શહેરીજનોને લોભામણાં વચન તો આપે છે પણ પુરા કરી શકતા નથી. ચાર વર્ષ અગાઉ શહેરના 48 વોર્ડમાં 99 સિમેન્ટના રોડ બનાવવા જાહેરાત કરાઈ હતી. 4 વર્ષના અંતે માત્ર 37 રોડ જ બનાવી શકાયા છે. કોટ વિસ્તારને તંત્ર અને શાસકોએ ઠેંગો બતાવતા ખાડીયા વોર્ડમાં એક માત્ર સિમેન્ટનો રોડ બની શકયો છે. કુલ 99 સિમેન્ટના રોડ વિવિધ વિસ્તારમાં 418 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવા જાહેરાત કરાઈ હતી.

સિમેન્ટના રોડને લઈ ઝોન મુજબ સ્થિતિ

ઝોન     કુલ રોડ     બનેલા રોડ 
ઉત્તર       11        01
પૂર્વ      07        02
દક્ષિણ      09        04
મધ્ય      01        01
પશ્ચિમ      27        08
ઉ.પ.      19        01
દ.પ.      04        00
પ્રોજેક્ટ       22         21

કોટ વિસ્તારને તંત્રનો ઠેંગો

વર્ષ 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનના સાાધારી પક્ષના હોદ્દેદારોએ બેંગલુરૂની પેટર્ન મુજબ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સિમેન્ટના રોડ બનાવવાનો નિતી વિષયક નિર્ણય વર્ષ 2021-22ના વાર્ષિક અંદાજપત્રમાં ઠરાવ કરીને લીધો હતો. જે કોટ વિસ્તારના કારણે અમદાવાદને આઠ વર્ષ પહેલા વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો યુનેસ્કો દ્વારા આપવામા આવ્યો હતો. તે પૈકી એક માત્ર ખાડીયા વોર્ડમાં આવેલા જયેન્દ્ર પંડિત નગરમાં સિમેન્ટનો રોડ થોડા સમય પહેલા બનાવાયો હોવાનુ ખાડીયાના કોર્પોરેટરો તરફથી જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો