Ahmedabad news: ખાખી વર્દી પર લાગ્યો દાગ, વેજલપુર PI પર લાગ્યો છેડતીનો આરોપ
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. શહેરન

અમદાવાદ શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા સામે છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાનો આરોપ લગાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ભોગ બનનાર 19 વર્ષીય યુવતીનો આરોપ છે કે, લિફ્ટ બંધ થતાં જ PI બરકત અલી ચાવડાએ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. PI એ યુવતીના ખભા પર હાથ મૂકીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
આ દરમિયાન લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી હતી, જ્યાં બીજા લોકો લિફ્ટમાં આવતા જ PI બરકત ચાવડા ત્યાંથી નીકળી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જોકે, હિંમત દાખવીને તેણે તાત્કાલિક 181 'અભયમ' હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગી હતી.





