સુરતના ટ્રાફિક પોલીસના 'વહીવટ'નો પર્દાફાશ, ASI અને વચેટિયો 100 ટેમ્પોની 1 લાખની લાંચ લેતા દબોચાયા
સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ચાલતો વહીવટ ફરી સપાટી પર આવ્યો છે. અમદાવાદ

સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ચાલતો વહીવટ ફરી સપાટી પર આવ્યો છે. અમદાવાદ એસીબીએ ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કાર્યવાહી કરી હતી. અહીં એએસઆઈ અને વચેટિયો 100 ટેમ્પો પેટે1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જેથી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છટકું ગોઠવી આરોપી ઝડપાયા
ઉધના ઉદ્યોગનગર પાર્શ્વ શોપિંગ સેન્ટરમાં તેના 5 વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલ્યો હતો. જ્યા એસીબીએ છટકું ગોઠવી 1 લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાદમાં વચેટિયાએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી. જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા ASI વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો.
વચેટિયો અગાઉ એસોસિએશનમાં હતો
ASI વિજય ચૌધરી અઠવાલાઇન્સમાં જે ફલેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ 70 લાખ અંદાજીત છે. તેમની પત્ની પીએસઆઈ છે. પોલીસ ખાતામાં 30 વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના 3 વર્ષ બાકી છે. વચેટિયો સંજય પાટીલ અગાઉ ટેમ્પો એસોસીએશન સાથે સંકળાયેલો હતો અને હાલમાં મિલોમાં કાપડનો કોન્ટ્રાક્ટ રાખે છે.








