અમદાવાદ / વારંવાર લાઈટ જવાથી આર્થિક અને માનસિક નુકસાન, ગ્રાહકે ટોરેન્ટ પાવર પાસે માંગ્યું 30 હજારનું વળતર
Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર વીજળી સપ્લાય કરે છે. પ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર વીજળી સપ્લાય કરે છે. પરંતુ હમણાં થોડા દિવસથી મેન્ટેનન્સની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં પાવર કટ કરવામાં આવે છે. જો કે આ પાવર કટ ગ્રાહકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે. ત્યાં સુધી કે એક ગ્રાહકે વારંવાર લાઈટ જવાથી આર્થિક અને માનસિક નુકસાન બદલ ટોરેન્ટ પાવર પાસે રૂ.30,000નું વળતર માંગ્યું છે.
ટીવી અને એસીમાં નુકસાન સાથે માનસિક નુકસાન સામે માંગ્યું વળતર
અમદાવાદ શહેરમાં રહેતા ટોરેન્ટ પાવરના એક ગ્રાહક ભરત એન.દેસાઈએ ટોરેન્ટ પાવરના ગ્રાહક ફરિયાદ મંચ તેમજ વિદ્યુત લોકપાલને એક અરજી લખી છે.
અરજીમાં તેમણે લખ્યું છે કે છેલ્લા 3-4 દિવસથી રોજ રાત્રે તેમનું વિજ કનેકશન આપો આપ બંધ થઇ જાય છે. આખો દિવસ કામકાજ કાર્યા બાદ સુઇ જઇએ છીએ અને અચાનક પંખા, એસી બંદ થઇ જવાથી ઉંઘ ઉડી જાય છે, તેમજ ઘરમાં વિજળી આધારિત ઉપકરણો પણ નુકશાન પામે છે. અમારા ઘરના એસીમાં ખામી સર્જાતા આશરે રૂ.10000 જેટલો ખર્ચ તેમજ LED TVમાં ખામી સર્જાતા આશરે રૂ.20,000નો ખર્ચ આવ્યો છે.
ભરતભાઈએ અરજીમાં લખ્યું છે, “આમ અમને આર્થિક અને માનસિક નુકસાન થયેલ હોય આપ સાહેબને આ ફરિયાદ દ્વારા આર્થિક નુકસાન ભરપાયી થાય તેમજ માનસિક નુકસાન બદલ વળતર આપવા હુકમ કરશો. અમારી વીજળી બંદ થવા બદલ અમે ટોરેન્ટ પાવરમાં કરેલ કંપ્લેન રજિસ્ટર થયેલ છે જે પુરાવા રૂપે આપ જોઈ શકો છો.”








