મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભૂલકાઓ દોડશે મેરેથોનમાં, બાળકો સાથે થતાં શોષણને અટકાવવા અપાશે મેસેજ

સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 22મી ડિસેમ્બરના રોજ

સુરતમાં ભૂલકાઓ દોડશે મેરેથોનમાં, બાળકો સાથે થતાં શોષણને અટકાવવા અપાશે મેસેજ

સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 22મી ડિસેમ્બરના રોજ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના એથ્લેટિક ટ્રક પર યોજાનારી આ મેરેથોનમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના ભૂલકાઓ ભાગલેશે. 100 મીટરથી લઈને 800 મીટર સુધીની દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ડાયમંડમાં મંદી ઘેરી બની, સુરતના કારખાનેદારોએ હીરાની ઘંટી ભંગારમાં વેચવા કારખાનેદાર મજબૂર

ક્રિસમસ કાર્નિવલ યોજાશે

લિટલ મિલેનિયમ કિડઝ મેરેથોન વિષે આયોજકોએ કહ્યું કે સુરક્ષિત અને સુખી બાળપણ અંગેનો મેસેજ આપવામાં આવશે. આજકાલ બાળકો સાથેના શોષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્લેટફોર્મમાં બાળકોને દોડવાની સાથે ક્રિસમસ કાર્નિવલ થાય તે પ્રકારની ફન રાઈડસ, પ્લે ઝોન,  લાઈ પર્ફોમન્સ સહિતની એક્ટિવિટી કરાવવામાં આવશે.

તમામને પ્રોત્સાહિત કરાશે

બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને તથા તેમનામાં સ્પોર્ટસ એક્ટિવિટી વધે તે હેતુથી સવારે 7 વાગ્યાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જે અંગે કહેવાયું હતું કે, મેરેથોનથી એક સાથે અનેક સંદેશ આપવામાં આવશે. ભાગ લેનારા તમામને ગૂડી બેગ સહિત મેડલ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો