ડાયમંડમાં મંદી ઘેરી બની, સુરતના કારખાનેદારોએ હીરાની ઘંટી ભંગારમાં વેચવા કારખાનેદાર મજબૂર
છેલ્લાં બે-અઢી વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. છેલ્લાં છ મહિનાથી વેપારી, દલાલો, કારખાનેદારો જાહેર

છેલ્લાં બે-અઢી વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. છેલ્લાં છ મહિનાથી વેપારી, દલાલો, કારખાનેદારો જાહેરમાં બોલતા થયા કે મંદી છે. હવે તો હદ થઈ છે. કામકાજના અભાવે બંધ પડી રહેલી હીરાની ઘંટીઓ કારખાનેદારોએ ભંગારમાં વેચવા મુકી દીધી છે. કરોડોના હીરા ચમકાવતી ઘંટીઓને ભંગારમાં વેચવા મુકવી પડે તે મંદીનું ભયાનક ચિત્ર દર્શાવે છે.
આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂની મહેફિલ માણનારા સાવધાન, IGPએ પોલીસને કર્યા નિર્દેશ
કારખાનેદારો મજબૂર
લાંબા સમયથી ચાલી રહેલી મંદી હવે સહન થાય તેવી સ્થિતિ રહી નથી. સુરતના વરાછા, કતારગામ વિસ્તારના નાના કારખાનેદારોએ કામકાજના અભાવે કારખાના બંધ કરી દીધા છે. મંદીના વાદળો દૂર થાય તેવા કોઈ જ સંજોગો ન દેખાતા હવે બંધ કારખાનામાં પડેલી ઘંટીઓ ભંગારમાં વેચી કારખાનેદારો જેટલા મળે તેટલાં રૂપિયા રોકડા કરી રહ્યાં છે.
ઘંટીનું લે-વેચનું કામ
વરાછામાં મહાદેવ નગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ પાસે ભંગારના મોટા મોટા અનેક ગોડાઉન આવેલા છે. આ ગોડાઉનમાં હીરાની ઘંટીનો સ્ક્રેપ જમા થયો છે. ભંગારના વેપારી અરવિંદ રાખસિયાએ કહ્યું કે હીરાની ઘંટી જૂની થાય ત્યારે કારખાનેદાર તે ઘંટી ભંગારમાં વેચી દેતા હોય છે. અમે વર્ષોથી હીરાની ઘંટી લે-વેચનું કામ કરીએ છીએ.
છ મહિનાથી ખરીદદરા નથી
છેલ્લાં છ મહિનાથી હીરાની ઘંટી ખરીદનાર કોઈ ફરક્યું નથી. પણ રોજ કોઈને કોઈ ઘંટી લઈને વેચવા આવી જાય છે. અત્યારે 3500 હીરાની ઘંટીઓ ભંગારના ગોડાઉનમાં પડી છે. ભાડાના મકાનમાં ચાલતા હીરાના કારખાનાઓ બંધ થયા છે અને તેની ઘંટીઓ ભંગારમાં વેચાઈ રહી છે.








