મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરુચના ખરાબ રોડથી કંટાળી રીક્ષા ચાલકો ઉતર્યા રોડ પર, વિરોધ પ્રદર્શન સાથે કર્યુ ચક્કાજામ

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે. ત્યા

ભરુચના ખરાબ રોડથી કંટાળી રીક્ષા ચાલકો ઉતર્યા રોડ પર, વિરોધ પ્રદર્શન સાથે કર્યુ ચક્કાજામ

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે. ત્યારે શહેરના પાંચબત્તીથી મહંમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આજરોજ સ્થાનિકો અને રીક્ષા એસોસિયેશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

ચક્કાજામથી પોલીસ દોડી

માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરવામાં આવતુ. માત્ર થીંગડા પુરી તંત્રના અધિકારીઓ જતા રહે છે. જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિસ્માર માર્ગના પગલે રોડ પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. ત્યારે આ માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી  હતી.રીક્ષા ચાલકોના ચક્કાજામના પગલે પોલીસે દોડી આવી સમજાવટથી હાલ તો મામલો થાળે પાડ્યો છે.

કોંગ્રેસના આક્ષેપ

જિલ્લા કોંગ્રેસ સમિતિએ દ્વારા પ્રિ-મોન્સુન કામના નામે થયેલા ભ્રષ્ટાચાર, જિલ્લામાં પડેલા રોડ પરના ખાડાઓના કારણો લોકોને પડતી હાલાકી સહિતના વિવિધ પ્રશ્નો બબાતે કલેકટરને આવેદનપત્ર પાઠવી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ  કરી હતી. દહેજ, વિલાયત,ભરૂચ,ઝઘડિયા,પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔધૌગીક વસાહતો આવેલી જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તુટી ગયા છે.જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. 

આ સમાચાર શેર કરો