Mehsana/ રેલવે સ્ટેશન નજીકથી ₹ 10.86 લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા
મહેસાણા શહેરમાં માલ ગોડાઉન રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા એક મ

મહેસાણા શહેરમાં માલ ગોડાઉન રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાંથી SMCની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.
10.86 લાખનું ડ્રગ્સ જપ્ત
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડાયેલા આ ત્રણેય આરોપીઓ પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 108.660 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹ 10.86 લાખ આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે તેમની પાસેથી એક ટ્રેન ટિકિટ અને 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹ 11.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી
ડ્રગ્સ સાથે ઝડપાયેલા આ ત્રણેય ઇસમો મૂળ રાજસ્થાન રાજ્યના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રેલવે સ્ટેશન નજીકથી પકડાયા હોવાથી તેઓ આ જથ્થો ટ્રેન મારફતે ક્યાંક પહોંચાડવાની ફિરાકમાં હોવાની શક્યતા છે.
SMC દ્વારા આ ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.








