મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana/ પોલીસ બેડામાં હડકંપ, પોલીસ વડાએ એક સાથે 747 પોલીસકર્મીઓની બદલી કરી

મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં(Mehsana District Police) આજે એકસાથે મોટી સંખ્યામાં થય

Mehsana/ પોલીસ બેડામાં હડકંપ, પોલીસ વડાએ એક સાથે 747 પોલીસકર્મીઓની બદલી કરી

મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં(Mehsana District Police) આજે એકસાથે મોટી સંખ્યામાં થયેલી બદલીઓને કારણે હડકંપ મચી ગયો છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા એક જ આદેશમાં કુલ 747 પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવતાં આ નિર્ણય જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એક સાથે 747 બદલીઓ, વિવાદ વચ્ચે મોટો નિર્ણય

પોલીસ વડા દ્વારા આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની સાગમટે બદલીઓ કરવાનો નિર્ણય અનેક વિવાદો વચ્ચે લેવામાં આવ્યો છે. એકસાથે 747 જેટલા પોલીસકર્મીઓની બદલીઓ થવી એ મહેસાણા જિલ્લાના ઇતિહાસમાં એક મોટી ઘટના ગણાય છે, જેના કારણે પોલીસ આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં જ મહેસાણા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂ પકડવામાં આવ્યો હતો, જેના પગલે સ્થાનિક પોલીસ તંત્ર વિવાદના કેન્દ્રમાં આવ્યું હતું.

'કહીં ખુશી, કહીં ગમ' જેવો માહોલ

દારૂના વિવાદ અને અન્ય આંતરિક બાબતો વચ્ચે પોલીસ વડા દ્વારા લેવાયેલા આ બદલીના નિર્ણયથી પોલીસકર્મીઓમાં 'કહીં ખુશી કહીં ગમ' જેવો માહોલ સર્જાયો છે. પોલીસ વડાએ વહીવટી કારણોસર આટલી મોટી સંખ્યામાં બદલીઓ કરી છે કે પછી વિવાદોના પગલે શિસ્ત અને કામગીરી સુધારવા માટે, તે અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જોકે, આ બદલીઓના પગલે આગામી સમયમાં મહેસાણા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કેવા ફેરફારો આવે છે, તે જોવું મહત્ત્વનું રહેશે.

આ સમાચાર શેર કરો