બાપ રે: રાજકોટમાં એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણ પરિણીતાઓએ કરી આત્મહત્યા
રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી આપઘાતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ

રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી આપઘાતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ અલગ વિસ્તારમાં રહેતી પરિણિતાઓએ આત્મહત્યા કરી હતી.
મોરબી રોડ
રાજકોટના મોરબી રોડ પર રહેતી 21 વર્ષીય ચાંદનીબેન જયદીપભાઈ વાજાએ આત્મહત્યા કરી હતી. ઘરે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવતીના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસે મૃતદહેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોની તપાસ હાથ ધરી છે. કયા કારણોસર પરિણીતાએ આત્મહત્યા કરી છે, તે હજું જાણવા મળ્યું નથી.
દૂધસાગર રોડ
રાજકોટના દૂધસાગર રોડ પર રહેતા ૩૫ વર્ષીય ફરજાનાબેન રિઝવાન ભાઈ કાદરી નામની મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મુસ્લિમ દંપતીને એક પુત્રી પણ છે.
જવાહર રોડ
જવાહર રોડ પર ઓપેરા ટાવર નામની ઈમારતમાં ચોકીદારી કરતા મૂળ નેપાળી પરિવારની 25 વર્ષની નિશાબેન લોકેશ સોનીએ અગમ્યકારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.
છેલ્લા થોડાક દિવસોથી રાજ્યના વિવિધ શહેરોમાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, તે સભ્ય સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સા સમાન છે.








