મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

MORBI : હળવદના ઢવણા ગામે પાણીમાં તણાયેલા 8માંથી 3 લોકોના મૃતદેહ મળ્યાં

Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવણા ગામે ભારે વરસાદના કારણે ટ્રેક્ટર તણાતા બે દિવસ

MORBI : હળવદના ઢવણા ગામે પાણીમાં તણાયેલા 8માંથી 3 લોકોના મૃતદેહ મળ્યાં

Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવણા ગામે ભારે વરસાદના કારણે ટ્રેક્ટર તણાતા બે દિવસ પૂર્વે 17  લોકો પાણીમાં તણાયા હતા. આ ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક તરવૈયા તથા SDRF અને  NDRFની ટીમે સાત લોકોને બચાવ્યા હતા. આ ઘટનામાં 8 લોકો ગુમ થયા હતા. જેમાંથી વધુ 3 વ્યક્તિના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ શોધી કાઢ્યા છે.

ઘટનાના 42 કલાક બાદ વિજય બારોટ, અશ્વિન રાઠોડ તથા રામદેવ મકવાણા નામના લોકોના મૃતદેહો કોયબા  ઢવાણા વચ્ચે પાણીમાંથી મળી આવ્યા હતા...મૃતદેહોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

કોઝવે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે  મોરબીના હળવદ તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હળવદ તાલુકાના ઢવાણા ગામે 25 ઓગષ્ટની  રાત્રે ટ્રેક્ટર તણાયું હતું. 17 લોકો પાણીમાં તણાઈ ગયા હતા. મળતા અહેવાલ પ્રમાણે 7 લોકોનો આબાદ બચાવ થયો હતો.

જ્યારે અન્ય લોકોની શોધખોળ સરકારી તંત્રે શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા કલેકટર, હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય,મોરબી જિલ્લા પોલીસ વડા, SDRFની ટીમ, NDRFની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી હતી. NDRFની ટીમ અને ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્રેક્ટરમાં સવાર લોકો કોણ હતા, ક્યાં જઈ રહ્યા હતા, તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.

મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી ઝવેરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે હળવદ તાલુકાના  ગામે એક કોઝવે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. પાણીના ભારે વહેણને લીધે આ ટ્રેક્ટર તણાઈ ગયું હતું

આ સમાચાર શેર કરો