મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની અંજની ઈન્ડસ્ટ્રીઝના પ્રવેશ દ્વારે ઉડિયા ભાષામાં ધમકીભર્યા લાગ્યા પોસ્ટર, અસામાજિક તત્ત્વોએ કામદારોને અટકાવ્યા

સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રોજી રોટી મેળવવા આવે છે. ત્યારે અંજની ઈન્ડસ્ટ્રી

સુરતની અંજની ઈન્ડસ્ટ્રીઝના પ્રવેશ દ્વારે ઉડિયા ભાષામાં ધમકીભર્યા લાગ્યા પોસ્ટર, અસામાજિક તત્ત્વોએ કામદારોને અટકાવ્યા

સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રોજી રોટી મેળવવા આવે છે. ત્યારે અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામ કરતાં ઓડિશાવાસી કામદારોને અટકાવવા માટે દરવર્ષની જેમ આ વર્ષે પણ અસામાજિક તત્ત્વો સામે આવ્યા છે. રાત્રિના સમયે અંજની ઈન્ડસ્ટ્રીઝના ગેટ પર ઉડિયા ભાષામાં લખાયેલા પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં છે. જેથી ભયનો માહોલ સર્જાયો છે. 

કારખાના બંધ

અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવાની સાથે સાથે અનંત ચૌદશની રજા બાદ આજે સવારે પ્રવેશદ્વારે લુખ્ખાઓએ કામદારોને અટકાવ્યા હતાં. જેથી અંજની ઈન્ડસ્ટ્રીઝમાં કામકાજ શરૂ થયા નથી. ઉત્પાદન બંધ છે. જેથી કારખાનાઓ આજે શરૂ થયા નથી. 

કામદારો રઝળતા જોવા મળ્યા

વિજય માંગુકિયાએ કહ્યું કે, આગળના વર્ષોની જેમ ધમકી ભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છએ. પોસ્ટર મારનાર છેલ્લા સાતેક વર્ષથી  હજુ પકડાયા નથી. દરેક વખતે દિવાળીએ બંધ કરાવે છે. આ વખતે દિવાળી પહેલા પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં છે. કારખાના બંધ રહેતા અંજની ઈન્ડસ્ટ્રીઝમાં કામદારો રખળતા જોવા મળ્યા હતાં.

આ સમાચાર શેર કરો