મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: બાળકોની નજીવી લડાઈમાં માતા પર 'એસિડ ફેંકવાની ધમકી', 4 આરોપીઓ ઝડપાયા પણ...

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી 'ફલક હાઇટ્સ' નામની બિલ્ડિંગમાં

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી 'ફલક હાઇટ્સ' નામની બિલ્ડિંગમાં એક નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીના ગ્રાઉન્ડમાં બાળકો રમતાં રમતાં લડી પડતાં, એક બાળકના વાલીએ અન્ય બાળકની માતાને એસિડ ફેંકવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

નજીવી બાબતે ઝઘડો, મારામારી અને ધમકી

બાળકોની લડાઈને પગલે આરોપીઓએ ફરિયાદી મહિલા સાથે બોલાચાલી શરૂ કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતાં આરોપીઓએ મહિલાના ભાઈ સાથે મારામારી પણ કરી હતી. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે. મારામારી બાદ આરોપીએ મહિલાને ગંભીર ધમકી આપી હતી. મહિલાને કહેવામાં આવ્યું હતું કે, "આજે તો તું બચી ગઈ પણ આગળ તારા પર એસિડ ફેંકીશ."

ધરપકડ છતાં આરોપીઓ તુરંત જામીન પર છૂટ્યા

આ ગંભીર ધમકીને પગલે મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.જી. ચેતરીયાએ આ મામલે તુરંત કાર્યવાહી કરીને ચાર આરોપીઓ— મહેબૂબ પઠાણ, ગુફરાન પઠાણ, ગુલસાદ પઠાણ અને આઝમ ખાન પઠાણની ધરપકડ કરી હતી.

જોકે, ધરપકડ બાદ આરોપીઓ તુરંત જામીન પર છૂટી ગયા હતા. ચાર દિવસ થવા છતાં આરોપીઓ હજુ પણ ફરિયાદી મહિલા સામે નીકળતા હોવાથી મહિલા અને તેમનું બાળક બહાર જતાં ડરી રહ્યા છે. તુરંત જામીન થવાથી  ભોગ બનનાર પરિવાર વધુ ભયભીત બન્યો છે. 

આ સમાચાર શેર કરો