મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં મોડી રાત્રે લૂંટની ઘટના, ત્રણ શખ્સો વેપારી પાસેથી 18 લાખ લૂંટીને થયા ફરાર

અમદાવાદમાં 18 લાખની લૂંટની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ સરા જાહેર મોડ

Ahmedabadમાં મોડી રાત્રે લૂંટની ઘટના, ત્રણ શખ્સો વેપારી પાસેથી 18 લાખ લૂંટીને થયા ફરાર

અમદાવાદમાં 18 લાખની લૂંટની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ સરા જાહેર મોડી રાત્રે આ લૂંટનો બનાવ બન્યો હતો. ફરિયાદી સીજી રોડથી આંગડીયામાંથી પૈસા લઈને આવતો હતો, ત્યારે વંદે માતરમ્ પાર્ટી પ્લોટ પાસે આવેલ વોટર ડિસ્ર્ટીબ્યુશન સેન્ટર પાસે આરોપીએ બાઇક આગળ રોકી બોલાચાલી શરૂ કરી હતી. બોલાચાલી બાદ કારની ચાવી લઈને રોડ પર આગળ ફેંકી દીધી હતી, જે બાદ ફરિયાદી કારની ચાવી લેવા જતા પાછળથી અન્ય બે શખ્સોએ આવીને લૂંટને અંજામ આપ્યો હતો. ફરિયાદી સ્ટીલ,લોખંડનો બ્રોકર છે અને વેપારના કામે પૈસા વટવા લઈને જતો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનું સર્વેલન્સ કરવામાં આવ્યું. ઝોન 2 ડીસીપી, એસપી અને પીઆઈએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો