Ahmedabad:પોલીસ અને ફોરેસ્ટ વિભાગે સંયુક્ત ઓપરેશનમાં 10 કાચબા સાથે 4 આરોપીઓને દબોચ્યા
અમદાવાદ ગ્રામ્ય પોલીસે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) સાથે સંયુક્ત ઓપરેશન હાથ

અમદાવાદ ગ્રામ્ય પોલીસે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કાચબાનું ગેરકાયદેસર સ્મગલિંગ (તસ્કરી) કરનારા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. વન્યજીવ સંરક્ષણના મામલે આ એક મોટી સફળતા ગણાય છે.
10 કાચબા સાથે 4 આરોપીઓની ધરપકડ
પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને કુલ 10 કાચબા સાથે આ સ્મગલિંગ રેકેટના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ગુજરાત અને રાજસ્થાન રાજ્યના શખ્સોનો સમાવેશ થાય છે. આ આરોપીઓ કાચબાનું વેચાણ ભારતમાં તેમજ વિદેશમાં પણ કરતા હતા. કાચબાની તસ્કરી કરીને તેઓ મોટો આર્થિક લાભ મેળવતા હતા.
કાચબાનું ગેરકાયદેસર રીતે વેચાણ
વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ અત્યંત સંવેદનશીલ ગણાતા કાચબાનું ગેરકાયદેસર રીતે વેચાણ અને તસ્કરી કરવી એ ગંભીર ગુનો છે. હાલમાં પોલીસ અને વન વિભાગની ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આરોપીઓ કાચબા ક્યાંથી લાવતા હતા, તેમનું મુખ્ય નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેઓ કયા દેશો કે શહેરોમાં આ કાચબાનું વેચાણ કરતા હતા.








