મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: ઈકો વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, 1નું મોત, 6 ઘાયલ

અમદાવાદ નજીક બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મોગ

Ahmedabad: ઈકો વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, 1નું મોત, 6 ઘાયલ

અમદાવાદ નજીક બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મોગલ ધામ નજીકના ભાયલા ગામ પાસે બનેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ઘાયલ થયા છે. ઈકો વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટી મારી ગઈ. અકસ્માત એટલો જોરદાર હતો કે વાને પલટી મારી અને લગભગ પચાસ મીટર સુધી ફંગોળાઈ.ઈજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ બાવળા હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વાનમાં સવાર બધા લોકો ચોટીલાથી સાબરકાંઠા તરફ જઈ રહ્યા હતા. બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો