સુરત ગેંગરેપ-લૂંટ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, રોકડા રૂપિયા લઈને ભાગી ગયેલો અમરેલી
સુરતના પુણા સીતાનગરમાં થોડા દિવસો અગાઉ રાતના ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી લેસપટ્ટીના કારખાનેદારને બંધક બનાવી ચપ્પુની

સુરતના પુણા સીતાનગરમાં થોડા દિવસો અગાઉ રાતના ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી લેસપટ્ટીના કારખાનેદારને બંધક બનાવી ચપ્પુની અણીએ તેની પત્ની પર ગેંગરેપ થયો હતો. આ કેસમાં રૂ. 60 હજારની મત્તાની લૂંટ પણ ચલાવાઈ હતી. મામલો સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયેલા બે હવસખોરને ઝડપી પાડ્યા હતા. ત્યારે લૂંટના રૂપિયા લઈને નાસી ગયેલો ત્રીજો આરોપી અમરેલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે.
રૂપિયા લૂંટીને નાસી ગયેલો
ડીસીપી ઝોન 1ની ટીમે આરોપીને અમરેલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી અમીત ઉર્ફે રઘુ ઉર્ફે રોકડા નરસિંહ વાળાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી લૂંટ વિથ ગેંગરેપની ઘટનામાં લૂંટ ચલાવેલા રૂપિયા લઇ ભાગી ગયો હતો. પોલીસે અગાઉ બે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. ઘટનામાં સામેલ કુલ ત્રણ આરોપી હતા.સીસીટીવીમાં શંકાસ્પદ જણાય આવેલો યુવક આરોપી જ નીકળ્યો હતો.
શું હતી ઘટના ?
મૂળ સૌરાષ્ટ્રના અને હાલમાં પુણાના સીતાનગરમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારના ઘરમાં ગત રોજ વહેલી સવારે 3 વાગ્યે દરવાજો ખખડાવી બે અજાણ્યા શખશ જબરજસ્તી ઘરમાં ઘુસી ગયા હતા. બંનેએ ચપ્પુ વડે હુમલો કરી કારખાનેદાર યુવાનને છાતી અને બંને હાથના બાવડા ઉપર ઇજા પહોંચાડી દુપટ્ટા વડે બંધક બનાવી લીધો હતો અને મોંઢા ઉપર ટુવાલ બાંધી દીધો હતો.ત્યારબાદ કારખાનેદારની પત્નીને ખંજર વડે બાનમાં લઈને બે હુમલાખોરો પૈકી એકે જબરજસ્તી ઢસડીને મકાનના ધાબા ઉપર લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતું. પછી પહેલા માળે બીજાએ કારખાનેદારની પત્નીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ કર્યુ હતું. બંંને હવસખોરો પૈકી એકે બે બે વખત દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો અને પછીથી દાગીના રોકડ મળી કુલ રૂ. 60 હજારની મત્તા લૂંટીને તેઓ ભાગી ગયા હતા.
ત્રીજો ઝડપાયો
સીસીટીવી તપાસના આધારે હવસખોર નરાધમની ઓળખ નિકુંજ ઉર્ફે જથર ઉર્ફે બુલેટ ભીંગરાડીયા અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ તરીકે થઇ હતી. ડીસીપી ઝોન 1 ની ટીમ દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં શંકર ભગવાનના મંદિરમાંથી આ બંને હવસખોરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ત્રીજા આરોપી અમીત ઉર્ફે રઘુ ઉર્ફે રોકડા નરસિંહ વાળાની ધરપકડ કરવામાં આવી છે








