મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ સરકારના આ 9 મંત્રીઓને નવી કેબિનેટમાં પડતા મુકાયા, જાણો પોન્ઝી સ્કીમથી લઈને ક્યા વિવાદો નડ્યા

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે આજે 26 મંત્રીઓ સાથેની ભૂપેન્દ્

ભૂપેન્દ્ર પટેલ સરકારના આ 9 મંત્રીઓને નવી કેબિનેટમાં પડતા મુકાયા, જાણો પોન્ઝી સ્કીમથી લઈને ક્યા વિવાદો નડ્યા

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે આજે 26 મંત્રીઓ સાથેની ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથ લીધા છે. જૂની ટીમમાંથી 9 મંત્રીઓને નવી કેબિનેટમાં પડતા મુકાયા છે. આમાંના કેટલાકને વિવાદ નડી ગયો છે. કેટલાકને પુત્ર નડી ગયા છે.

રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
મૂળુભાઈ બેરા
કુબેર ડિંડોર
ભાનુબેન બાબરિયા
બચુ ખાબડ
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ

બચુ ખાબડ

દાહોદ જિલ્લો મંત્રી બચુ ખાબડનો મત વિસ્તાર રહ્યો છે, જ્યાં ગરીબ આદિવાસીને મજૂરી આપવાને બદલે માત્ર કાગળ પર જ મટીરિયલ્સ સપ્લાય કરીને ખાબડના પુત્રોએ લાખો-કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા છે. છેલ્લા 10 વર્ષથી મંત્રી પુત્રોની જ એજન્સીઓને માટી, કપચી સહિત અન્ય મટિરિયલ્સના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હતા. પંચાયત કૃષિમંત્રી ખાબડની રાજકીય વગના જોરે આ કૌભાંડ અત્યાર સુધી ચાલ્યું હતું. આખરે વિપક્ષે હંગામો કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. 

મુકેશ પટેલ

ગુજરાતમાં બોગસ હથિયારના લાઇસન્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલનું નામ પણ સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઓલપાડ વિધાનસભામાં ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી હથિયારના લાઇસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી લાઇસન્સ મેળવ્યું અને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હતું.

ભીખુસિંહ પરમાર

કરોડોના બીઝેડ કૌભાંડનો રેલો સાબરકાંઠા-અરવલ્લીથી છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છએ. ત્યારે મુખ્ય સુત્રધાર સાથે મંત્રીપુત્રની મીલીભગત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોન્ઝી સ્કિમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે મંત્રીપુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભુપેન્દ્ર ઝાલાએ ભાજપને પણ મોટુ ફંડ આપ્યું હોવાનો આરોપ છે.

આ સમાચાર શેર કરો