મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: રાજ્યની પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પરના મતોની સંખ્યામાં થશે ઉલટફેર

કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશને પગલે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચા

Gujarat news: રાજ્યની પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પરના મતોની સંખ્યામાં થશે ઉલટફેર

કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશને પગલે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જોકે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરની કાતર ફરશે તો ગુજરાતમાં પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં પણ 50 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે.

એટલું જ નહીં નામ પણ કમી કરાવી રહ્યાં છે

એકથી વધુ સ્થળે નામ ધરાવતા મતદારોની સંખ્યા પણ ઘણી મોટી હોવાની સંભાવના છે. જોકે કેન્દ્રીય ચૂંટણીપંચના નિયમ મુજબ હવે એકથી વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હશે તો પોલીસ ફરિયાદ જ નહીં, જેલની સજાની જોગવાઈ છે. આ જોતાં હવે મતદારો પણ જાગૃત થયા છે. સામે ચાલીને મતદારો પોતાના નામ એકથી વધુ સ્થળે તો નથી ને તે મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં નામ પણ કમી કરાવી રહ્યાં છે.

આ મામલે રાજ્ય ચૂંટણીપંચને રજૂઆત કરાઈ છે કે મતદાર યાદી  સુધારણા પ્રક્રિયા નિષ્પક્ષ પણે કરવામાં આવે. આ તરફ વિધાનસભામાં કેટલીય બેઠકો પર પાતળી સરસાઈથી હાર-જીત થઈ હતી.સરની કાતર ફરશે તો તમામ બેઠકો પર મતોમાં મોટો ઉલટફેર થશે.

મોટાભાગની મતદાન બેઠકના સમીકરણ બદલાશે

આ જોતાં વર્તમાન ધારાસભ્ય અને રાજકીય પક્ષો ક્યાંક નવા મતદારોને ઉમેરવા માટે દોડધામ મચાવી રહ્યાં છે તો ક્યાંક ડબલિયા મતદારોના નામ કમી કરવા રાજકીય નેતાઓ સક્રિય બન્યાં છે.  રાજ્ય ચૂંટણી પંચને એવું સૂચન કરાયુ છે કે, જો આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને જોડી દેવાય તો આ માથાકૂટ જ કરવી પડે તેમ નથી. જ્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થશે ત્યારે મોટાભાગની વિધાનસભા બેઠકો પર મતોની સંખ્યામાં ફેરફાર આવશે.

આ સમાચાર શેર કરો