મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Air India Plane crash: ફ્લાઈટમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ નાગરીકો હતા સવાર, જુઓ આખું લીસ્ટ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નવી અપડેટ મળી રહી છે. અમદાવાદથી લંડન જઈ રહ

Air India Plane crash: ફ્લાઈટમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ નાગરીકો હતા સવાર, જુઓ આખું લીસ્ટ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નવી અપડેટ મળી રહી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "અમદાવાદથી બપોરે 1:38 વાગ્યે ઉપડેલી ફ્લાઇટ બોઇંગ 787-8 વિમાન હતી જેમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે એર ઇન્ડિયાએ પેસેન્જર હેલ્પલાઇન નંબર 1800 5691 444 પણ જાહેર કર્યો છે.

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.  15 જેટલાં રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત

આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઈમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા

મળતી માહિતી મુજબ ટેકઓફ થયા પછી તરત જ આ પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી પ્લેનમાં આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ પ્લેનમાં 242 જેટલા મુસાફરો હોવાનું અનુમાન છે. અમદાવાદથી એર ઇન્ડિયાનું પ્લેન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન હતું. આ પ્લેન 11 વર્ષ જૂનું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થયા છે.વડાપ્રધાન મોદીએ સિવિલ એવિએશન મિનિસ્ટર રામમોહન નાયડૂ સાથે વાત કરીને દુર્ઘટનાની જાણકારી મેળવી છે. વડાપ્રધાન મોદી પણ સાંજ સુધી અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે.

આ સમાચાર શેર કરો