'...તો અમને પાકિસ્તાનમાં ભેળવી દો', મેંદરડાના લોકોએ ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે કેમ કરી આવી માંગ
માણાવદર, વંથલી અને મેંદરડાના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર વ
માણાવદર, વંથલી અને મેંદરડાના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયા છે. ખેડૂતોના ફોન ન ઉપાડવાના અને રસ્તાની પોસ્ટ મૂકીને ટ્રોલ થવાના અગાઉના વિવાદો બાદ, હવે તેમના વિસ્તારના લોકોની મુશ્કેલીઓ ન સાંભળવાના ગંભીર આક્ષેપોને કારણે મેંદરડા પંથકમાં તેમની સામે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
મેંદરડામાં કાર્યાલય ન હોવાથી લોકો પરેશાન
ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે મેંદરડા પંથકના ગામડાઓમાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુખ્ય ફરિયાદ એ છે કે મેંદરડા વિસ્તારમાં તેમનું કોઈ કાર્યાલય નથી, જેના કારણે 25થી વધુ ગામોના લોકોને પોતાના કામ માટે ધારાસભ્યનો સીધો સંપર્ક કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ધારાસભ્યની ઉદાસીનતા
મોટાભાગના ગામડાઓ પ્રાથમિક સુવિધાઓના અભાવે અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે. મેંદરડા તાલુકાના અંબાળા ગામના લોકોએ ધારાસભ્ય પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરે છે, પરંતુ ધારાસભ્ય દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને તેઓ ફોન પણ ઉપાડતા નથી.
ગામલોકોએ સમસ્યાઓ રજૂ કરી:
તાલુકા મથકને જોડતા રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. કોમ્યુનિટી હોલની હાલત પણ જર્જરિત છે. આરોગ્ય કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. પાણી માટેની જોઈએ તેવી વ્યવસ્થા નથી.
પ્રચંડ રોષ: 'પાકિસ્તાનમાં ભેળવી દો...'
અંબાળા ગામના સ્થાનિકો - દેવાભાઈ મોરબીયા, વિશાલ પટેલ અને ગજેરા લાલજીએ - ધારાસભ્યની ઉદાસીનતા સામે પ્રચંડ રોષ વ્યક્ત કરતા સખત શબ્દોમાં કહ્યું કે "જો ધારાસભ્યને અમારા વિસ્તારની કંઈ પડી ન હોય તો અમને પાકિસ્તાનમાં ભેળવી દો."








