સુરતમાં બોલિવૂડ સંગીતકાર ઈસ્માઈલ દરબારના ઘરમાં ચોરી, મુંબઈથી દીકરી-જમાઈ લાવ્યા હતા દાગીના-રોકડ
બોલિવૂડના સંગીતકાર ઈસ્માઈલ દરબાર હાલ મુંબઈ રહે છે. ત્યારે તેમની દીકરી અને જમાઈ ત્રણ દિવસ રોકડ રૂપિયા 35 લા

બોલિવૂડના સંગીતકાર ઈસ્માઈલ દરબાર હાલ મુંબઈ રહે છે. ત્યારે તેમની દીકરી અને જમાઈ ત્રણ દિવસ રોકડ રૂપિયા 35 લાખ ભરેલી બેગ લઈને સુરતના ઘરે આવ્યાં હતાં. દરમિયાન પરત મુંબઈ જવાનું હોવાથી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાનું હોવાથી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાતા પોલીસને જાણ થઈ હતી. સમગ્ર બનાવ અંગે અઠવા અને ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી છે.
35 લાખની રકમ ભરેલા થેલાની ચોરી
પ્રાપ્ત વિગત મુજબ બોલિવૂડ સંગીતકાર ઈસ્માઈલ દરબારનું મૂળ વતન સુરત સ્થિત સગરામપુરા તલાવડી છે. જ્યાં તેમનું નિવાસસ્થાન છે. ગત 7મી ફેબ્રુઆરીના રોજ ઈસ્માઈલ દરબારની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતાં. જૂની કારની લે વેચનો ધંધો કરતાં જમાઈ મુંબઈથી 35 લાખની રકમ ભરેલા બેગ સાથે પહોંચ્યા હતાં. બીજી તરફ આજે મુંબઈ જવા રવાના થતા હતાં.
આંતરિક તપાસ કરી
એ સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતાં રોકડ મળી આવી ન હતી. લાખો રૂપિયાની ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી છે. ઈસ્માઈલ દરબારના દીકરી અને જમાઈને બોલાવ્યા હતાં. સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાયું હતું. ઈસ્માઈલ દરબારના પરિવારજનોએ ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે. અમારી રીતે આંતરિક તપાસ કરી રહ્યાં છીએ. યોગ્ય લાગશે તો ફરિયાદ કરીશું.








