મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં મહાકાળી મંદિરમાં ચોરી, માતાજીનો મુગટ સુધ્ધાં ચોરી જતાં ભક્તોમાં ભારે રોષ

મોટેભાગે આપણે ઘરોમાં કે બેંકમાંથી ચોરીની ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ પરંતુ સાબરકાંઠામાંથી મંદિરમાં

સાબરકાંઠામાં મહાકાળી મંદિરમાં ચોરી, માતાજીનો મુગટ સુધ્ધાં ચોરી જતાં ભક્તોમાં ભારે રોષ

મોટેભાગે આપણે ઘરોમાં કે બેંકમાંથી ચોરીની ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ પરંતુ સાબરકાંઠામાંથી મંદિરમાં ચોરી થતા હવે મંદિરો પણ સુરક્ષિત નથી તેવું વર્તાઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલીના મહાકાલી મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કચ્છની સરહદ પરથી એક પાકિસ્તાની ભારતમાં ઘૂસણખોરી કરતા ઝડપાયો

શું છે સમગ્ર ઘટના?

ઈડરના સાબલીના મહાકાલી મંદિરમાં બે અજાણ્યા ઈસમોએ મંદિરમાંથી 1.70 લાખની ચોરી કરી છે. જેમાં જગતજનની મહાકાળીનો મુગટ તેમજ હાર ચોરી કરવામાં આવ્યો છે. આ સાથે રોકડ રકમની પણ ચોરી થઈ છે. તસ્કરોની ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

મંદિરમાં ચોરીની ઘટનાને પગલે ઈડર તેમજ જાદર પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સાબલી મહાકાળી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક છે જેથી મંદિરે ચોરી થવાની ઘટનાને પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો