મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાવળામાં વહેલી સવારે ચોરી, 9 લાખના દાગીના સાથે તસ્કરો બિલ પણ ચોરી ગયા

ગુજરાતમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં બાવળામાં ચોરો બેફામ બન્યા છે. અમદાવાદ જિલ્

બાવળામાં વહેલી સવારે ચોરી, 9 લાખના દાગીના સાથે તસ્કરો બિલ પણ ચોરી ગયા

ગુજરાતમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં બાવળામાં ચોરો બેફામ બન્યા છે. અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ વણઝારા વાસની સામે રહેતા એક મકાનમાં ચોરી થઈ હતી. વહેલી સવારે ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા.

બાવળામાં રહેતા વાલ્મિકી વસંતભાઈ પોતાના રાબેતા મુજબ સવારે 6:30 વાગ્યાની આસ પાસ કામે જવા ઘરને લોક માળી નિકળી ગયા હતા. ત્યારબાદ ચોરોએ જાળીનો નકુચો તોડી ઘરમાં રહેલ તિજોરીના લોક તોડી આશરે 9 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના સાથે તેના બિલ સુધ્ધાં લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં ચોરી કરવા આવેલ શખ્સે કરી 75 વર્ષીય વૃદ્ધાની હત્યા, સ્થાનિકોએ ઝડપી પોલીસ હલાવે કર્યો

પોતે મજૂરી કામ કરી મહા મહેનતે પોતાની દિકરીના મામેરા માટે ભેગાં કરેલા દાગીના ચોરી થતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. થોડાં દિવસ પહેલા પણ બાવળામાં આવેલી આલોક સિટીનાં 5 મકાનોના તાળા તોડી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા.

ત્યારે ફરી આ ચોરી વહેલી સવારે થતાં લાગી રહ્યું છે કે બાવળામાં ચોરોને પોલીસનો ડર નથી રહ્યો અને આ ચોરો હવે બેફામ બન્યા છે. ઘર માલિકની તંત્રને અરજ છે કે આ ચોરોને જલ્દીથી જલ્દી ઝડપી પાડવામાં આવે. જો કે, ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ચોરીના બનાવને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો