મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત મોડલ નિષ્ફળ! સ્ટાફે સર્ગભાના પતિને કેસ કઢાવવા મોકલ્યો, પટાંગણમાં જ મહિલાની કરાવી પડી પ્રસૂતિ

ગુજરાતની સરકારી હોસ્પિટલમાં તુમારશાહીનો વરવો નમુનો આજે રાજકોટમાં જોવા મળ્યો છે. આજે પ્રસુતિની પીડા

ગુજરાત મોડલ નિષ્ફળ! સ્ટાફે સર્ગભાના પતિને કેસ કઢાવવા મોકલ્યો, પટાંગણમાં જ મહિલાની કરાવી પડી પ્રસૂતિ

ગુજરાતની સરકારી હોસ્પિટલમાં તુમારશાહીનો વરવો નમુનો આજે રાજકોટમાં જોવા મળ્યો છે. આજે પ્રસુતિની પીડા સાથે રાજકોટમાં ગુંદાવાડી-કેનાલ રોડ પર આવેલ પદ્મકુંવરબા  સરકારી હોસ્પિટલમાં ૧૦૮ વાન મારફત લવાયેલી મહિલાના પતિને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પહેલા કેસ કઢાવવા મોકલાતા અને તે મહિલા પીડા છતાં પતિની પાછળ કેસબારી તરફ ચાલીને જતી  હતી ત્યારે હોસ્પિટલના પરિસરમાં જ પરસાળમાં તેને અસહ્ય દુખાવો ઉપડતા ત્યાં જ ડીલીવરી થઈ ગયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.

પતિને પહેલા કેસ કઢાવી આવવા જણાવાયું

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના વાવડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા બિહારના પરિવારમાં ૨૬ વર્ષની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ મારફત સવારે ૧૦ વાગ્યે પદ્મકુંવરબા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ મહિલાને એક રૂમમાં બેડ ફાળવાયો હતો પરંતુ, તેના પતિને પહેલા કેસ કઢાવી આવવા જણાવાયું હતું. પતિ હોસ્પિટલના મેદાનમાં આવેલી કેસબારી તરફ જતા આ મહિલા તેની પાછળ જવા લાગી અને ત્યારે હોસ્પિટલ સ્ટાફમાંથી આ મહિલાને રોકવા કે તેની શારિરીક સ્થિતિની તપાસણી કરવાની તસ્દી લીધી નહીં. 

 મહિલાના ગર્ભમાંથી બાળકનું મુખ બહાર આવી ગયું

આ મહિલા દાખલ થયા બાદ અર્ધી કલાકમાં આશરે ૧૦.૩૦ વાગ્યે થોડા ડગલાં ચાલી ત્યાં જ તેને  એકદમ દુખાવો થતા તે નીચે ઢળી પડી હતી અને હોસ્પિટલ સ્ટાફ ત્યાં પહોંચતા જ મહિલાના ગર્ભમાંથી બાળકનું મુખ બહાર આવી ગયું હતું. આથી આજુબાજુ પડદાં મુકવાનો પણ સમય રહ્યો ન્હોતો અને તાબડતોબ બાળકની બહાર કાઢીને હોસ્પિટલમાં બન્નેને એડમીટ કરાયા હતા.

હોસ્પિટલના અધિક્ષક ડો.નૂતન લુંગાસરે જણાવ્યું કે આ મહિલાને હોસ્પિટલમાં રૂમ ફાળવાયો હતો , તેની સાથે માત્ર તેના પતિ જ હતા. તેના પતિ કેસ કઢાવવા નીકળતા આ મહિલા તેની પાછળ ઉભી થઈને ચાલવા લાગી તેથી ડીલીવરી કરાય છે તે ઓ.ટી.થી માત્ર સોએક મીટર દૂર ડીલીવરી થઈ ગઈ હતી. નોર્મલ ડીલીવરીમાં જન્મેલા બાળકનું વજન ૨.૭ કિલો છે અને હાલ માતા-પુત્ર બન્નેની હાલત નોર્મલ છે.મહિલાને આ બીજી ડીલીવરી હતી અને સંતાનમાં તેને ૬ વર્ષની પુત્રી છે.

આ પહેલા વૃદ્ધાને પીએમ રૂમની બહાર રાખ્યા હતા.

  રાજકોટની સરકારી હોસ્પિટલમાં દેશની સરકારી હોસ્પિટલોની સાપેક્ષે સૌથી વધુ દર્દીઓ નોંધાય છેઆ પહેલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલાને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાઈ હતી, જેમાં ડોક્ટરની બેદરકારીથી આ મહિલાને સ્ટ્રેચરમાં ધકેલીને પી.એમ.રૂમ મુકી અવાઈ હતી! આ અંગે ડોક્ટરને વૃધ્ધાશ્રમમાં સેવા આપવા, એક માસનું સ્ટાઈપન્ડ રદ કરવાની સજા પણ થઈ હતી. 

   

આ સમાચાર શેર કરો