Video: ગિરનાર લીલી પરિક્રમાનો ત્રીજો દિવસ

સોર્સ: gstv

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. પરિક્રમા રૂટ પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નળ પાણીની ઘોડી, માળવેલા અને સરકડીયા ઘોડી વિસ્તારમાં ભારે ભીડ છે. સાંકડા, ઢાળવાળા અને ખડકાળ ચઢાણ પર ભક્તોની લાંબી કતારો લાગી છે. ધુમ્મસ અને ઠંડી વચ્ચે યાત્રિકો આગળ વધી રહ્યા છે. કપરા ચઢાણમાં છાતીનો દુખાવો ઉપડતા થોડીવાર દોડધામ મચી હતી. SDRF અને તંત્રએ બીમાર વ્યક્તિઓને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યા છે. અનિચ્છનીય બનાવ ટાળવા પોલીસ સતર્ક બની છે. સુરક્ષા માટે પોલીસે લાકડીઓ આડી રાખી પરિક્રમા થોડીવાર રોકી હતી. ભીડ કાબૂમાં આવતા પરિક્રમા ફરી શરૂ કરાઈ છે. તંત્ર અને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. શ્રદ્ધાળુઓ 'જય ગિરનારી'ના નાદ અને ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત