Video: ગિરનાર પરિક્રમામાં આસ્થાનું અદભુત દ્રશ્ય, દિવ્યાંગ વૃદ્ધની હિંમતને સૌએ બિરદાવી

સોર્સ: gstv

જૂનાગઢમાં ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થતાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. 36 કિલોમીટરની કઠિન પદયાત્રા દરમિયાન આસ્થાના અનોખાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. શરીરથી દિવ્યાંગ હોવા છતાં મનથી મક્કમ એક વૃદ્ધ શ્રદ્ધાળુ હાથના ટેકે બેસીને પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. દુર્ગમ રસ્તાઓ અને મુશ્કેલીઓ વચ્ચે પણ તેમના ચહેરા પર અતૂટ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમની હિંમત અને આસ્થાને અન્ય યાત્રાળુઓએ પણ બિરદાવી હતી. દિવ્યાંગ શ્રદ્ધાળુની આ અનોખી પરિક્રમાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત