Video: દેવ ઉઠી એકાદશીની મધ્યરાત્રિએ ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, 24 નવેમ્બર સુધી ચાલશે

સોર્સ: gstv

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો ગત રાત્રે 12 વાગ્યે દેવ ઉઠી એકાદશીની મધ્યરાત્રિએ પરંપરાગત રીતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેયર, ધારાસભ્ય અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને પરિક્રમાનો ઔપચારિક પ્રારંભ કરાયો હતો, જેના પ્રારંભે જ લાખો ભાવિકોએ પગપાળા પરિક્રમા શરૂ કરી દીધી હતી. આગામી 24 નવેમ્બર સુધી ચાલનારી આ પરિક્રમામાં દેશ-વિદેશમાંથી ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધશે. પરિક્રમા દરમિયાન પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ધારાસભ્ય અને સાધુ-સંતો દ્વારા ભાવિકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત