મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુપ્રીમ કોર્ટે અમદાવાદના બસ સંચાલકોની અરજી ફગાવી, ગુજરાત હાઇકોર્ટની પ્રવેશબંધી યોગ્ય ઠેરવી

અમદાવાદ શહેરમાં ખાનગી બસના પ્રવેશને લઇને થયેલા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે અમદાવાદના બસ સંચાલકોની અરજી ફગાવી, ગુજરાત હાઇકોર્ટની પ્રવેશબંધી યોગ્ય ઠેરવી

અમદાવાદ શહેરમાં ખાનગી બસના પ્રવેશને લઇને થયેલા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બસ સંચાલકોની અરજીને ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. અમદાવાદ શહેરમાં સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પ્રાઇવેટ લક્ઝરી બસ પ્રવેશી નહીં શકે.

સુપ્રીમ કોર્ટે બસ સંચાલકોની અરજી ફગાવી

અમદાવાદમાં લક્ઝરી ખાનગી બસના શહેરમાં સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી પ્રવેશવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે ખાનગી બસ સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતા બસ સંચાલકોની અરજીને ફગાવી દીધી છે.

હાઇકોર્ટે બસ સંચાલકોની માંગ ફગાવી હતી

ખાનગી બસ સંચાલકોએ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી આપવામાં આવી હતી. આ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત હાઇકોર્ટે ફગાવી હતી. જે લોકો લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની હોવાનું હાઇકોર્ટે ઠેરવ્યું હતું. સામાન્ય નાગરિકો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન રીતે જોઇ શકાય નહીં તેવું હાઇકોર્ટનું અવલોકન હતું. વૈકલ્પિક રૂટ આપવાની બસ સંચાલકોની રજૂઆત હાઇકોર્ટે ફગાવી હતી.

ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે, બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા ઝટકો આપ્યો છે.

આ સમાચાર શેર કરો