મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નવરાત્રિથી પ્રસરાવાશે શિક્ષણનો સંદેશ, સુરક્ષા માટે ગ્રાઉન્ડમાં ગોઠવાયા સીસીટીવી

દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાતા હોય છે. ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દુનિયાભર

સુરતમાં નવરાત્રિથી પ્રસરાવાશે શિક્ષણનો સંદેશ, સુરક્ષા માટે ગ્રાઉન્ડમાં ગોઠવાયા સીસીટીવી

દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાતા હોય છે. ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દુનિયાભરમાં ઓળખ સમાન આ તહેવારને શિક્ષણના સદકાર્ય સાથે જોડવાનું કામ થયું છે. ન્યૂ કતારગામ (વરીયાવ) વિસ્તારમાં સેવક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ્ર દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી એકઠી થનારી રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુસર વાપરવામાં આવશે. આ નવરાત્રિમાં સુરક્ષાથી લઈને તમામ પાસાઓમાં ખેલૈયાઓના મનમોહી લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

10 દિવસનું આયોજન

વિજયભાઈ ઘેલાણીએ કહ્યું કે, આ નવરાત્રિ ચેરિટી પ્રોગ્રામ છે. જેનાથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે તેમ છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં થશે. નવરાત્રિમાં 2થી 12 આરાધનાનું પર્વ ઉજવશે. આ નવરાત્રિથી ટીકિટ કે સ્પોન્સરશીપ બાળકોના એજ્યુકેશન માટે વપરાશે. પાંચ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકશે. મીહિર માંડવી બેન્ડ દ્વારા મ્યૂઝિક પીરસાશે. સુરક્ષા માટે સીસીટીવીનો ઉપયોગ કરાશે.

નોખા-અનોખા ગીત રજૂ કરાશે

મીહિર માડવીએ કહ્યું કે, આ નવરાત્રિમાં અમે અલગ અલગ ગીતો સાથે આવી રહ્યાં છીએ. અમે નવરાત્રિ માટે સ્પેશિયલ ગરબા અને ગીત બનાવ્યા છે. આ વખતે ખેલૈયાઓની સાથે આવનારા પણ ગરબા ગ્રાઉન્ડમાં ઝૂમવા મજબૂર થાય તે પ્રકારનું સંગીત અને ગીતો પીરસવામાં આવશે. અનેરી કાકડિયાએ કહ્યુ કે, અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાધનમાં કોઈ કચાશ ન રહે તે માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો